જાહેરાત:ઉતરાખંડમાં કાેઇ ફસાયુ હાેય તાે તંત્રને જાણ કરવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અા વિસ્તારનંુ કાેઇ ફસાયંુ હાેય તેવંુ હજુ જાણમાં નથી: તંત્ર

ઉતરાખંડમા ભારે વરસાદ અને ભુસ્ખલન થતા અનેક યાત્રિકાે ફસાઇ ગયા છે ત્યારે ઉતરાખંડમા અમરેલી જિલ્લાનુ કાેઇ ફસાયુ હાેય તાે સ્થાનિક વહિવટી તંત્રને જાણ કરવા અનુરાેધ કરાયાે છે. જાે કે માેડી સાંજ સુધીમા અા વિસ્તારનુ કાેઇ ફસાયુ ન હાેવાનુ તંત્રઅે જણાવ્યું હતુ.

ઉતરાખંડમા વરસાદ અને ભુસ્ખલનને પગલે અનેક યાત્રાળુઅાે ફસાયા છે. ઉતરાખંડમા હજુ પણ વરસાદની અાગાહી હાેય ત્યાંના વહિવટી તંત્રઅે યાત્રા અટકાવી દીધી છે. ત્યારે અમરેલી જિલ્લાના કાેઇ યાત્રિકાે ઉતરાખંડમા ફસાયા હાેય તાે તેઅાેને ઉતરાખંડ અેસઇઅાેસીના નંબર 0135-2710334/5 પર સંપર્ક કરવા તેમજ ઉતરાખંડ ખાતે બેઝ કેમ્પ કે અન્ય કાેઇ ઘાટીમા ફસાયેલા અમરેલી જિલ્લાના પ્રવાસીઅાે હાેય તાે અમરેલી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રાેલ રૂમ નંબર 02792-230735 પર જાણ કરવા સ્થાનિક તંત્રઅે અનુરાેધ કર્યાે હતાે. જાે કે માેડી સાંજ સુધીમા અમરેલી જિલ્લાના કાેઇ પ્રવાસી ઉતરાખંડમા ફસાયા ન હાેવાનુ તંત્રઅે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...