તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:રાજુલામાં કોરોનામાં મારૂતિધામના મહંતે બંધ કરેલી ટિફીન સેવા હવે ફરી શરૂ થશે

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહંત છેલ્લા 35 વર્ષથી નિરાધાર અને બીમાર લોકોને ટિફીન પહોંચાડે છે

રાજુલા મારૂતિધામના મહંત પ્રભુદાસબાપુ 70 વર્ષની ઉંમરે પણ અપંગ, નિરાધાર અને માનસિક વિકલાંગ લોકો માટે છેલ્લા 35 વર્ષથી ઘરે ઘરે ટીફીન ઉઘરાવે છે. અને સાયલક વડે શહેરમાં ભૂખ્યા સુધી ભોજન પહોંચાડે છે. આ સેવાકીય પ્રવૃત્તિને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અને અત્યારે બંધ છે. પણ આગામી શ્રાવણ માસથી નિરાધાર લોકો માટે ફરી ટીફીન સેવા શરૂ કરાશે. રાજુલામાં તળાવના કાંઠે મારૂતિધામ આવેલ છે. જે સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણીતું બન્યું છે. અહીંના મહંત પ્રભુદાસબાપુની ઉંમર 70 વર્ષની છે.

પણ સેવાકીય કાર્યમાં યુવાનોને પણ ટક્કર મારે છે. પ્રભુદાસબાપુ છેલ્લા 35 વર્ષથી નિરાધારનો આધાર બની રહ્યા છે. શહેરમાં અપંગ, નિરાધાર અને માનસિક વિકલાંગ લોકોને બે ટંકનું જમવાનું મળી રહે તે માટે પ્રભુદાસબાપુ સાયકલ પર ઘરે ઘરે રોટલા, શાક, ભાત અને મીઠાઈ ઉઘરાવવા પહોંચી જાય છે. અને સાયકલ વડે જ નિરાધાર લોકોને જમવાનું પહોંચાડે છે. મારૂતિધામમાં ચાલતા સેવાકીય કાર્યને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અને ટીફીન સેવા બંધ છે. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા મારૂતિધામના મહંત પ્રભુદાસબાપુએ ફરી શ્રાવણ માસમાં ટીફીન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને લોકોને પણ સેવાકીય કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.

મારૂતિધામના મહંતનું સન્માન કર્યું
રાજુલા મારૂતિધામના મહંત પ્રભુદાસબાપુની ટીફીન સેવાથી પ્રભાવિત થઇ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, વિપુલભાઇ લહેરી અને રવુભાઇ ખુમાણ સહિતના આગેવાનોએ મહંતનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...