ચૂંટણી:4 વખત ધારાસભ્ય પદે રહી ચૂકેલા સોલંકીને અપાઇ ટિકીટ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીએ આહિર સમાજના ઉમેદવારને આપી છે ટિકીટ: માછીમાર સમાજ બનશે નિર્ણાયક
  • રાજુલા, જાફરાબાદમાં ભાજપે આપ્યંુ કોળી સમાજને પ્રતિનિધિત્વ

ભારતીય જનતા પાર્ટીએ આજે રાજુલા જાફરાબાદ વિસ્તારના ઉમેદવાર તરીકે પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીનુ નામ જાહેર કર્યુ છે. તેઓ અહી ભાજપમાથી ચાર વખત ધારાસભ્ય પદે રહી ચુકયા છે. જો કે ગત ચુંટણીમા તેમનો પરાજય થયો હતો. હિરાભાઇ સોલંકી કોળી સમાજના વરીષ્ઠ આગેવાન છે. અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ પણ છે. રાજુલા જાફરાબાદ વિસ્તારમા કોળી સમાજની મોટી વસતિ છે.

તેના કારણે જ તેઓ 1998થી અહી સતત ચુંટાતા આવતા હતા અને ભાજપમાથી ચાર વખત આ વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. જો કે ગત વિધાનસભાની ચુંટણીમા કોંગ્રેસના અંબરીશ ડેર સામે તેમનો 12 હજારથી વધુ મતોથી પરાજય થયો હતો. અહી આમ આદમી પાર્ટીએ આહિર સમાજમાથી ઉમેદવાર ઉતાર્યા છે. જયારે કોંગ્રેસ પણ આહિર સમાજમાથી આવતા અંબરીશ ડેરનુ નામ નિશ્ચિત મનાય છે.

અન્ય સમાચારો પણ છે...