સુવિધા:ભાવનગર ડિવીઝનની 24 લાંબા અંતરની ટ્રેનોમાં ટીકીટ રીઝર્વેશન થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા- બ્રાંદ્રા અને મહુવા સુરત ટ્રેનમાં જનરલ કોચમાં પણ ટીકીટ રીઝર્વેશન થશે

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવીઝનની 24 લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચમાં હવે રીઝર્વેશન ટિકીટો આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમરેલી જિલ્લામાંથી પસાર થતી મહુવા બ્રાંદ્રા અને મહુવા સુરત ટ્રેનનો પણ સમાવેશ કરાયો છે. હવે આ ટ્રેનમાં જનરલ કોચમાં પણ મુસાફરો ટીકીટ બુકીંગ કરાવી શકશે.જેના કારણે મુસાફરોને ફાયદો થશે. ભાવનગર ડિવીઝનના સિનિયર ડિવીઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે આ ટ્રેનમાં આરક્ષિત ટિકટની સાથે અનરિઝર્વ્ડ ટિકીટની સુવિધા પણ અપાશે.

જૂન મહિનાથી ભાવનગર ડિવીઝનની 24 લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચમાં પણ મુસાફરો રીઝર્વેશન કરાવી શકશે. અમરેલી જિલ્લામાંથી પસાર થતી મહુવા- બ્રાંદ્રા અને મહુવા સુરત ટ્રેનમાં પણ મુસાફરો જનરલ ડબ્બામાં ટીકીટ રીઝર્વેશન કરાવી શકશે.બ્રાંદ્રા- પાલીતાણા, મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર મેલ એકસ્પ્રેસ, સુરત- મહુવા, બ્રાંદ્રા ભાવનગર, સોમનાથ ઓખા, અમદાવાદ- વેરા‌વળ, બ્રાંદ્રા- મહુવા, વેરા‌વળ- ઈન્દોર મહામના એકસપ્રેસ, સોમનાથ - જબલપુર, સોમનાથ - અમદાવાદ મેલ એકસપ્રેસ, ભાવનગર - ઓખા ટ્રેનમાં જનરલ કોચમાં મુસાફરો રીઝર્વેશનકરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...