તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાયડી નદીમાં ભૂમાફિયા બેફામ:તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લે આમ રેતી ચોરી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદી કાંઠામાં કુવા અને બોરમાં સ્તર નીચા જતા ખાડીનું ખારું પીવું પડે છે પાણી
  • નાગેશ્રીના ખેડૂતે રેતી ચોરી અટકાવવા ખાણ ખનીજ વિભાગને રજૂઆત

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે રાયડી નદીમાં ભુમાફિયા બેફામ બન્યા છે. તંત્રની મીઠી નજર હેઠળ રેત માફિયા નદીના પટ્ટમાંથી ખુલ્લે આમ રેતી ચોરી કરી રહ્યા છે. રેતમાફિયાથી નદી પટ્ટના ખેડૂતોની સ્થતિ કફોડી બની છે. નાગેશ્રીના વિશ્વજીતભાઈ વરૂએ ખેડૂતે તાત્કાલિક રેતી ચોરી અટકાવવા માટે અમરેલી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીને રજૂઆત કરી હતી.

રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગામમાં આવેલ રાયડી નદીમાં રેતી ચોરી થઈ રહી છે. અહીં ટ્રેકટર, ડમ્પર અને રીક્ષા વડે દરરોજની લાખોની રેતી ગેરકાયદે બહાર નિકાલ કરાય છે. તેમજ ધોળાદ્રી અને મીઠાપુરની નદીને પણ રેતમાફિયાએ પોતાનું ગઢ બનાવી લીધું છે. જેના કારણે નદી કાંઠામાં કુવા અને બોરમાં પાણીના સ્તર નીચા ગયા છે. અને ખાડીનું ખારૂ પાણી આવી રહ્યું છે.

જાફરાબાદ પંથકના ગામડામાં ખનન માફિયા દાદાગીરી કરી ખેડૂતોનો અવાજ દબાવી રહ્યા છે. ભુમાફિયાઓ ખુલ્લે આમ તંત્રની આબરૂનું હનન કરતા હોય એમ જણાવી રહ્યા છે કે ઉપરથી નીચે સુધી સેટીંગ છે. ખેડૂતો કઈ જ બગાડી શકશે નહી. પરંતુ તેના કારણે જમીન અને બાગાયત પાકને નુકશાન પહોંચી રહ્યું છે. ત્યારે તાત્કાલિક નાગેશ્રી ગામની નદીમાં રેતી ચોરી અટકાવવા વિશ્વજીતભાઈ વરૂએ ખાણ ખનીજ વિભાગ પાસે માંગણી કરી હતી

અન્ય સમાચારો પણ છે...