અમરેલી જિલ્લામા ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી પર ખાણ ખનીજ વિભાગે શીકંજો કસ્યો છે. સાવરકુંડલા, રાજુલા અને અમરેલી પંથકમાથી ત્રણ વાહનો ઝડપી લેવામા આવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના કરજાળા નજીક રોડ સાઇડ ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે એક ટ્રેકટર રેતી ચોરી કરતા ઝડપી લીધુ હતુ. આ ઉપરાંત એક ટ્રેકટર કરજાળા ચરખા રોડ પર પકડી ચલાલા પોલીસ મથકના હવાલે કરવામા આવ્યું હતુ. આવી જ રીતે રાજુલા તાલુકાના ખાખબાઇ ગામ નજીકથી એક ટ્રેકટર રેતી ચોરીમા ઝડપી લઇ રાજુલા પોલીસ સ્ટેશનમા અટકાયતમા મુકી દેવાયુ હતુ.
આવી જ રીતે અમરેલી કુંકાવાવ રોડ પરથી કાર્બો સેલ ખનીજનુ એક ડમ્પર ઝડપી પાડવામા આવ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાથી રોયલ્ટી પાસ વગર આ ખનીજ અમરેલી પંથકમા લવાઇ રહ્યું હતુ. જેના પગલે તેને અમરેલી ખાતે સીઝ કરી દઇ દંડનીય કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ચારેય સ્થળેથી કુલ રૂપિયા 29 લાખનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.