મેઘકહેર:ચલાલા પંથકમાં ત્રણ થી સાત ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈંગોરાળા ડુંગરી માં સાત ઇંચ વરસાદથી સતી માતાજીના મંદિરમાં પાણી ભરાયા. - Divya Bhaskar
ઈંગોરાળા ડુંગરી માં સાત ઇંચ વરસાદથી સતી માતાજીના મંદિરમાં પાણી ભરાયા.
  • ઇંગાેરાળા ડુંગરીમાં મેઘકહેર: લાેકાેના ઘરમાં ઘુસ્યા પાણી : ચલાલામાં ત્રણ બાબાપુરમા પાંચ ઇંચ

અમરેલી જિલ્લામા અચાનક વહેલી સવારથી જ ઠેકઠેકાણે મેઘરાજાની પધરામણી થઇ હતી. ખાસ કરીને ચલાલા તથા અાસપાસના 25 ગામડાઅાેમા અનરાધાર વરસાદ તુટી પડતા ત્રણ ઇંચથી લઇ સાત ઇંચ સુધી વરસાદ ખાબકી ગયાે હતાે. ઇંગાેરાળામા વરસાદના કારણે ભારે નુકશાની થઇ હતી. ધારીમા પણ અેક ઇંચ અને અમરેલીમા પાેણાે ઇંચ વરસાદ પડયાે હતાે.

અમરેલી પંથકમા વરસાદની શરૂઅાત વહેલી સવારથી થઇ હતી. અમરેલી ધારી ચલાલા તથા અાસપાસના વિસ્તારમા વહેલી સવારે ધીમીધારે વરસાદ હતાે. સવાર પડતા સુધીમા ચલાલા અને અાસપાસના ગ્રામ્ય વિસ્તારમા અનરાધાર વરસાદ તુટી પડયાે હતાે. ઇંગાેરાળા ડુંગરીમા બારેમેઘ ખાંગા થયા હાેય તેમ સાત ઇંચ સુધી વરસાદ ખાબકી જતા ગામની બજારાેમા તથા લાેકાેના ઘરાેમા પાણી ઘુસી ગયા હતા. અહી સરપંચના ઘરમા પણ પાણી ઘુસ્યાં હતા. ઠેકઠેકાણે વાહનાે પાણીમા ગરકાવ થયા હતા. ગામના સતીમાંના મંદિરમા પણ પાણી ઘુસ્યું હતુ. અહીના ગ્રામ પંચાયતના સદસ્ય ચાંપરાજભાઇ ધાખડાઅે જણાવ્યું હતુ કે અતિભારે વરસાદના કારણે પાકને પણ વ્યાપક નુકશાન થયુ છે.

બીજી તરફ ચલાલામા પણ વહેલી સવારથી દસ વાગ્યા સુધીમા ત્રણ ઇંચ વરસાદ પડી ગયાે હતેા. જેના પગલે શહેરમા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. જયારે અમરેલીમા ધીમીધારે પાેણાે ઇંચ વરસાદ પડયાે હતાે. અમરેલી તાલુકાના બાબાપુર અને ગાવડકામા પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયાે હતાે. ગાેપાલગ્રામ, જાળીયા, માેટા અાંકડીયા, ભંડારીયા, ગાવડકા વિગેરે ગામમા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડયાે છે. જયારે ચાંપાથળ, શંભુપરા, પીઠવાજાળ વિગેરે ગામાેમા અેકથી દાેઢ ઇંચ વરસાદ થયાે હતાે.

ધારીમા પણ અાજે સવારમા અેક ઇંચ વરસાદ પડયાે હતાે. જયારે સાવરકુંડલા, લીલીયા, બગસરા, બાબરા અને જાફરાબાદમા અડધાે ઇંચ વરસાદ થયાે હતાે. રાજુલા, વડીયા અને ખાંભા પંથકમા ઝાપટા પડયા હતા. જાે કે બપાેરબાદ મેઘરાજાઅે વિરામ લીધાે હતેા.

હવે અમરેલીમાં પણ સિઝનનાે વરસાદ 100 ટકા
અમરેલી જિલ્લામા અગાઉ લીલીયામા સિઝનનાે વરસાદ 100 ટકાને પાર કરી ચુકયાે છે. અાજના પાેણાે ઇંચ વરસાદથી અમરેલી શહેરનાે વરસાદ પણ 100 ટકાને પાર થયાે છે. જયારે વડીયા, રાજુલા અને બાબરામા સિઝનનાે વરસાદ 90 ટકા કરતા પણ વધુ થઇ ચુકયાે છે.

જિલ્લામાં કયાં કેટલાે વરસાદ

ચલાલાત્રણ ઇંચ
ઇંગાેરાળાસાત ઇંચ
બાબાપુરપાંચ ઇંચ
ધારીઅેક ઇંચ
અમરેલીપાેણાે ઇંચ
કુંડલાઅડધાે ઇંચ
લીલીયાઅડધાે ઇંચ
બગસરાઅડધાે ઇંચ
બાબરાઅડધાે ઇંચ
જાફરાબાદઅડધાે ઇંચ
અન્ય સમાચારો પણ છે...