તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધારીના માલસીકા નજીક કાર ચાલક બાઇક ચાલકને બચાવવા જતા કાર વૃક્ષ સાથે અથડાતા ત્રણ વ્યક્તિ ઘાયલ થયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં વધતા જતા અકસ્માતની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. આજે જૂનાગઢ તરફથી આવતી કાર ધારીના માલસીકા નજીક બાઇક ચાલક સામે આવતા બચાવવા માટે કાર ચાલક દ્વારા પ્રયાસ કરાયો હતો. જેના કારણે કાર ચાલક દ્વારા બેલેન્સ ગુમાવી દેતા ખાળીયામાં કાર ખાબકતા વૃક્ષ સાથે અથડાઇ હતી.

ચલાલા અમરેલી હોસ્પિટલમાં ઇજાગ્રસ્થોને ખસેડવામાં આવ્યા

જેથી કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. જેમા ચલાલા અમરેલી હોસ્પિટલમાં ઇજાગ્રસ્થોને ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ બે વ્યક્તિઓને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવાની કવાયત હાથ ધરી છે. કુલ ત્રણ લોકોને ઇજા થવા પામી છે. જ્યારે અકસ્માત સર્જાતા થોડીવાર માટે અફડા તફડી સર્જાય ગઈ હતી. અને અન્ય વાહન ચાલકો પણ મદદ માટે દોડી ગયા હતા.

સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટાફ પણ આવી ગયો હતો. જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને તપાસ શરૂ કરાઇ છે. જ્યારે કાર ચાલકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. કારની બોડી સહિત કાચ અકસ્માતના કારણે ફૂટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો