ધરપકડ:ચાઇનીઝ દોરીની 31 ફિરકી સાથે ત્રણ શખ્સ ઝડપાયા

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર સામે કાર્યવાહી
  • પોલીસે 9700નો મુદ્દામાલ લઇ ગુનો નોંધ્યો

અમરેલી જિલ્લામા ઉતરાયણ પર્વ પર ચાઇનીઝ દોરીનુ વેચાણ કરનાર તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસે અમરેલી, ચલાલા અને સાવરકુંડલામાથી ચાઇનીઝ દોરીની 31 ફિરકી સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.

અમરેલીમા લીલીયા રોડ ખેડૂત તાલીમ કેન્દ્ર પાસેથી લાલાવદરમા રહેતા દર્શક રમેશભાઇ મોરવાડીયા નામના યુવકને ચાઇનીઝ દોરીની 22 ફિરકી સાથે ઝડપી લઇ 7700નો મુદામાલ કબજે લઇ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પોલીસે ચલાલામા તીન બતી વિસ્તારમાથી કાંતિલાલ વાલજીભાઇ રાઠોડ નામના આધેડને ચાઇનીઝ દોરીની 4 નંગ ફિરકી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે સાવરકુંડલામા દેવળા ગેઇટ પાસે પતંગનો સ્ટોર ચલાવતા ભાવેશ મધુભાઇ મોરી નામના યુવકને ચાઇનીઝ દોરીની 5 નંગ ફિરકી સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા ચાઇનીઝ દોરીનુ વેચાણ કે આવી દોરીથી પતંગ ન ઉડાડવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ ચાલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...