કાર્યવાહી:મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા 25 શખ્સો નશો કરેલી હાલતમાં અને 36 સ્થળેથી દેશીદારૂ કબજે લેવાયો

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામા આવી હતી. પોલીસે અમરેલી તાલુકાના મોણપુર ધરાઇ માર્ગ પરથી ત્રણ શખ્સો વિદેશી દારૂની 22 બોટલ સાથે ઝડપી લીધા હતા. જયારે જિલ્લામા 25 શખ્સોને નશો કરેલી હાલતમા અને 36 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.

પોલીસે મોણપુરથી ધરાઇ માર્ગ પર બાઇક નંબર જીજે 10 બીએચ 5683ને અટકાવી તલાશી લેવામા આવતા પોલીસને અહીથી વિદેશી દારૂની 22 બોટલ મળી આવી હતી. પોલીસે રાકેશ બુટશીંગ મેડા, સોમસીંગ નાનચીયા પચાયા અને જયદીશ કુવરસીંગ મેડા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી દારૂનો જથ્થો અને બાઇક મળી કુલ રૂપિયા 39570નાે મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે બગસરા, છભાડીયા, મજાદર, દાતરડી, જાફરાબાદ, સાવરકુંડલા, વડલી, ટીંબી, અમરેલી વિગેરે મળી 25 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે સીતારામનગર, લાઠી, ચાવંડ, સાવરકુંડલા, રાજુલા, અમરેલી, વિઠ્ઠલપુર ખંભાળીયા વિગેરે સ્થળેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. અા ઉપરાંત જુદાજુદા 36 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો. પોલીસની આકાર્યવાહીથી બુટલેગરો અને નશાખોરોમા ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...