કાર્યવાહી:અમરેલીના લીલીયાના ખારા ગામ પાસેથી સીમ ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીલીયાના ખારા ગામ ગૌશાળા રોડ પરથી ત્રણ શખ્સો ઝડપાયા - Divya Bhaskar
લીલીયાના ખારા ગામ ગૌશાળા રોડ પરથી ત્રણ શખ્સો ઝડપાયા
  • એસઓજી પોલીસે ઝટકા મશીન, બેટરી મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામાં સીમ ચોરીની ઘટના વધી પડી હોય જિલ્લા પોલીસવડાની સુચનાથી એસઓજી પોલીસે સીમ ચોરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે તેની પાસેથી ઝટકા મશીન, પાવર સેવર બેટરી મળી 15 હજારનો મુદામાલ કબજે લીધો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, એસઓજીના પીએસઆઇ એસ.આર.શર્મા અને ટીમે પેટ્રોલીંગ દરમિયાન લીલીયાના ખારા ગામ ગૌશાળા રોડ પરથી હરેશ ઘના દેવીપુજક, સુરેશ બબા અને બાબા બચુ નામના શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે ઝટકા મશીન તેમજ બેટરી અને મોટર પંપ મળી કુલ રૂપિયા 15 હજારનો મુદામાલ કબજે લીધો હતો. આ શખ્સો સીમ વિસ્તારમા ચોરી કરતા હતા. પોલીસે ત્રણેય શખ્સોને લીલીયા પોલીસને સોંપી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...