કાર્યવાહી:સાવરકુંડલામાં 70 મણ કપાસની ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • LCBએ કપાસ વેંચવા નિકળ્યાને દબોચી લીધા : 14400નો મુદ્દામાલ કબ્જે

સાવરકુંડલામાં ખોડીયાર મંદિર સામે હરીબાગ નામની વાડીમાંથી 70 મણ કપાસની ચોરી કરનાર ત્રણ લોકોને એલસીબીએ ઝડપી લીધા હતા. સાવરકુંડલાના ભુવા રોડ પર આવેલ ગેઈટ પાસે કપાસની ગાંસડીઓ વેંચવા નીકળ્યા હતા. અને એલસીબીએ રૂપિયા 14400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલ ગુપ્ત ખોડિયાર મંદિર સામે હરીબાગ નામની ગીરીશભાઈ હર્ષદરાય રાજ્યગુરૂની વાડીમાંથી દોઢેક માસ પહેલા અજાણ્યા શખ્સોએ વાડીનું મુખ્ય દરવાજો અને ઓસરીની ગ્રીલમાં મારેલ તાળું તોડી 70 મણ કપાસની ચોરી કરી નાસી છુટ્યા હતા.

આ અંગે શાંતિભાઈ ભીખાભાઈ માંજુસાએ સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે નાના લીલીયાના રવિ વિનુભાઈ બલોલીયા, આકાશ ઘોહાભાઈ લોઢણીયા અને પુંજાપાદરના નિલેષ નરેશભાઈ રાઠોડ સાવરકુંડલાના ભુવા રોડ ઉપર આવેલ ગેઈટ પાસે કપાસની ગાંસડીઓ સાથે શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા હતા. અમરેલી એલસીબીની ટીમે બાતમીના આધારે ત્રણેય શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી. અને સઘન પુછપરછ હાથ ધરી હતી. અને કપાસની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...