ધરપકડ:રાજુલાના વાવેરા ગામ પાસે વૃદ્ધ ખેડૂત પાસેથી સોનાના બટનની ચીલઝડપ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ કારમાં લીફ્ટ આપી વૃદ્ધને નિશાન બનાવ્યા હતા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ પાસે ત્રણ શખ્સોએ એક વૃદ્ધને કારમાં લિફ્ટ આપી સોનાના બટનની ચીલઝડપ કરતા નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. આરોપીઓ પોતાની કારમાં મુસાફર તરીકે લિફ્ટ આપી સૌ પહેલા સોનાના દાગીનાની ચોરીનો પ્રયાસ કરતા, જો તેમાં સફળતા ન મળે તો ચીલઝડપ કરી નાસી જતા હોવાનો ખુલાસો થયો છે.

તા.22/04/2022ના સાંજના આશરે સાતેક વાગ્યે રાઘવભાઇ કાળાભાઇ કાછડ ઉ.વ.70, રહે. વાવેરા, અમરેલી જિલ્લામા આવેલ પોતાની વાડીએથી ઘરે જવા નીકળી વીજપડીથી રાજુલા રોડ ઉપર ચાલીને જતા હતા. ત્યારે એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી તેની પાસે આવી ઉભી રહેલ, જેમાં ડ્રાઇવર તથા તેની બાજુની સીટમાં એક અજાણ્યો માણસ તથા એક અજાણ્યો માણસ પાછળની સીટમાં સુતેલ હતો. જેમાંથી ડ્રાઇવરે જમણા કાનની બુટીમાં કડી પહેરેલ હતી તેણે “ ચાલો દાદા હાલીને જવા કરતા મારી ગાડીમાં બેસી જાવ ” તેમ કહી, સદર સિનિયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, આગળ આવેલ ઇંટોના ભઠ્ઠા આગળ સિનિયર સીટીઝન (ખેડુત)ને ફોરવ્હીલમાંથી ઉતારતી વખતે તેમણે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-3કિ.રૂ. 36,000/- ના અચાનક ઝુંટવી (ચીલ ઝડપ) કરી ત્રણેય અજાણ્યા માણસો ફોરવ્હીલ લઇ નાસી જતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

આ મામલે અમરેલી એસપી હિમકર સિંહ, તેમજ ડી.વાય.એસ.પી કે.જે.ચૌધરી દ્વારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા કડક સુચના અને માર્ગદર્શન આપતા રાજુલા પી.આઈ. ડી.વી.પ્રસાદનીની ટીમ દ્વારા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરિયાદમા જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની બાતમી મેળવી, આરોપીઓેને ફરિયાદીના ઝુંટવી લઇ ગયેલ ખમીસમાં પહેરવાના સોનાના બટન નંગ-3, કિ.રૂ.31,488/- સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ(1) રવિભાઇ શાંતિભાઇ ચૌહાણ ઉ.વ.31, ધંધો.મજુરી રહે.રાજુલા, વાવેરા રોડ, તત્વ જ્યોતી તા.રાજુલા જિ.અમરેલી (2) જયંતિભાઇ ગોરધનભાઇ સોલંકી ઉ.વ.25 ધંધો.મજૂરી રહે.રાજુલા, વાવેરા રોડ, તત્વ જ્યોતી તા.રાજુલા (3) આકાશ જયંતિભાઇ સોલંકી ઉ.વ.22 ધંધો.મજુરી રહે.હાલ રાજુલા, વાવેરા રોડ, તત્વ જ્યોતી તા.રાજુલા પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. આ કામના આરોપીઓ મિલ્કત સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને રીઢા ગુન્હેગારો હોય ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અગાવ ગુન્હા નોંધાયેલ હોવાનુ પોલીસ તપાસ દરમ્યાન ખુલ્યુ છે હજુ પણ તપાસ ચાલી રહી છે.

ખાસ મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતાઆ કામના આરોપીઓ પોતાની ફોરવ્હીલ લઇ રોડ ઉપર નીકળી ચાલીને જતા લોકોને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, તેમણે પહેરેલ દર દાગીના નજર ચૂકવી ચોરી કરી લઇ લેવાની તથા જો નજર ચૂકવી ચોરી ન થાય તો ફોરવ્હીલમાંથી ઉતારતી વખતે દર દાગીના ઝુંટવી આંચકી લઇ, ચીલ ઝડપ કરી, ફોરવ્હીલમાંથી ઉતારી દઇ નાસી જવાની મોડસ ઓપરેન્ડન્સી ધરાવે છે.

લોકોને કારમાં લીફટ આપી કરે છે ચોરી લૂંટ
આ ગેંગ ફોરવ્હીલ લઇ રોડ પર નીકળે છે અને જે લોકો પગપાળા જતા હેાય તેમને તેમના સ્થળે ઉતારી દેવાની લાલચ આપે છે. કારમા બેસાડયા બાદ તેમની નજર ચુકવી દાગીના ચેારી લે છે. અને જો ચોરી ન થઇ શકે તો કારમાથી ઉતરતી વખતે દાગીના ઝુંટવી લઇ નાસી જાય છે.

રવિ ચૌહાણ હત્યા કેસમાં પણ સંડોવાયેલો છે
રાજુલાનો રવિ શાંતી ચૌહાણ રીઢો ગુનેગાર છે અને તે રાજુલામા હત્યા તથા હત્યાની કોશિષ જેવા ગુનામા પણ સંડોવાયેલો છે. આ ઉપરાંત તેની સામે મારામારી, દારૂની હેરાફેરી તથા નશો કરવા સહિત 21 ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...