તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ધુડિયા આગરિયામાં યુવક પર ત્રણ શખ્સાેનાે હુમલાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી, પટ્ટા વડે મારમારી ધમકી આપી

રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા ત્રણ શખ્સાેએ ફાેન કરી પાેલીસને બાેલાવતાે હાેય તેવી શંકા રાખી લાકડી અને પટ્ટા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા અશાેકભાઇ કાબાભાઇ પરમાર (ઉ.વ.24) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે નજુભાઇ જેતુભાઇ ખુમાણ, રવિભાઇ બાબુભાઇ ખુમાણ અને હરેશભાઇ ખુમાણે તેની સાથે બાેલાચાલી કરી હતી. તેણે અશાેકભાઇને કહ્યું હતુ કે તુ ફાેન કરીને પાેલીસને બાેલાવતાે હાેય તેવી શંકા રાખી ઉશ્કેરાઇ ગયા હતા.ત્રણેય શખ્સાેએ લાકડી અને પટ્ટા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ એન.બી.દાફડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો