મારમારી:રાજુલાના માંડરડીમાં દંપતિ પર ત્રણ શખ્સાેનાે હુમલાે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાેખંડની ટી અને લાકડી વડે મારમારી ધમકી અાપી

રાજુલા તાલુકાના માંડરડીમા રહેતા અેક દંપતિને અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડની ટી અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

દંપતિને મારમાર્યાની અા ઘટના રાજુલાના માંડરડીમા બની હતી. અહી રહેતા રસીલાબેન રમેશભાઇ મકવાણા (ઉ.વ.34) નામના મહિલાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે વાડામા નીરણ નાખી રહ્યાં હતા ત્યારે પાતા ઘાેહાભાઇ રબારીઅે ઇશારા કરી બાવડુ પકડી લીધુ હતુ. તેમણે રાડારાડ કરતા તેના પતિ અાવી ગયા હતા. જાે કે પાતા રબારી તેમજ ઘાેહા રાજાભાઇ અને લુણશીભાઇઅે ઉશ્કેરાઇ જઇ બાેલાચાલી કરી હતી.

ત્રણેય શખ્સાેઅે લાેખંડની ટી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત તેમના જેઠને પણ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ નિરજકુમાર દાફડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...