દારૂના કારણે મારામારી:બગસરાના જૂની હળીયાદ ગામે દારૂ ન વહેચાનું કહેવા જતા ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગસરા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

દારૂના વહેચાણના કારણે અમરેલી જિલ્લામા મારામારીની ઘટના સામે આવી છે. બગસરા તાલુકાના જૂની હળીયાદ ગામમાં દારૂ વહેંચતા શખ્સોને પાડોશીએ દારૂ વહેંચવા બાબતે ઠપકો આપતા હુમલો કર્યો હતો. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદી મહેશ મુળજીભાઈ દાફડાના ઘરની બાજુમાં અવાર નવાર દારૂ વહેચાતો હોવાને કારણે મહેશભાઇએ બુટલેગરોને દારૂ ન વહેચવા ઠપકો આપ્યો હતો. જેમાં ઉશ્કેરાઇ જઇને આરોપીઓએ મહેશભાઇને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદીએ આરોપી પ્રફુ કનુભાઈ દાફડા, કલ્પેશ કનુભાઈ દાફડા અને સવિતા કનુભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી છે

મહેશભાઈને પગના ભાગે લોખંડના સળીયા વડે માર મારી હુમલો કરતા લોહી લુહાણ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમની માતાને પણ ધક્કો મારી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 20 દિવસ અગાઉ પણ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ફોરવે હાઉવે ઉપર દુકાનમાં ખુલ્લે આમ દેશી દારૂના વહેચાણના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ કરાતા પોલીસ સામે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...