ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:વડિયા પંચાયતમાં ભાજપ પ્રેરિત બે પેનલો સહિત ત્રણ પેનલો વચ્ચે સીધી ટક્કર, આપ પ્રેરિત પેનલ પણ ચૂંટણી મેદાનમાં

અમરેલીએક મહિનો પહેલા
  • સમર્થિત ઉમેદવારોને જીતાડવા માટે નેતાઓ કામે લાગ્યા
  • વડીયા ગ્રામ પંચાયતમાં 14 વોર્ડ

ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં જેની મોટી ગ્રામ પંચાયતમાં ગણના થાય છે તેવી વડિયા ગ્રામ પંચાયતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. બે ભાજપ પ્રેરિત અને એક આપ પ્રેરિત પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય માહોલ ગરમાયો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે કડકડતી ઠંડીમાં પણ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. જિલ્લાની વડીયા ગ્રામ પંચાયત વસતીની દ્રષ્ટિએ મોટી ગ્રામ પંચાયત હોય તમામ રાજકીય પક્ષોની આ પંચાયતની ચૂંટણી પર નજર છે. ગ્રામ પંચાયતમાં આ વખતે બે ભાજપ પ્રેરિત અને એક આપ પ્રેરિત પેનલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. નેતાઓ વડીયા ગ્રામ પંચાયતના 14 વોર્ડમાં પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.

વડિયા ગ્રામ પંચાયતમાં આ વખતે છગનભાઈ ઢોલરિયા (ભાજપ પ્રેરિત), મનીષ ઢોલરિયા (ભાજપ પ્રેરિત) અને પ્રમોદ ગઢિયા (આપ પ્રેરિત) પેનલ વચ્ચે સીધી ટક્કર જામી છે. સરપંચ બનવા માટે ત્રણેય વચ્ચે રસાકસી છે. 19 તારીખે ચૂંટણી યોજાવાની છે તે પહેલા હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સફાઈ, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...