સિંહોએ મિજબાની માણી:સાવરકુંડલાના જીરા ગામે ત્રણ સિંહોએ 2 પશુના મારણ કર્યા, ગામલોકોને જાણ થતા સિંહોને ભગાડ્યાં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિકારની શોધમા સિંહો ગ્રામીણ વિસ્તારમાં આવી ચડ્યા

સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર આ તમામ જિલ્લામાં સિંહ વસવાટ કરે છે. ત્યારે હાલ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી હોવાનુ થોડા દિવસો પહેલા વન વિભાગે જાહેર કર્યું હતું. ત્યારે આ જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સિહની સંખ્યા વધુ હોવાને કારણે સિહો દ્વારા પશુઓના મારણ કરવાની ઘટના સતત સામે આવી રહી છે. આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સિંહો માટે શિકાર અપાતો ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભૂખ્યા સિંહો પશુનો શિકાર કરી મિજબાની માણતા હોવાનું સામે આવે છે.

આ વિસ્તારમાં અવાર-નવાર સિંહોના આંટાફેરાસાવરકુંડલાના જીરા ગામ નજીક ગામના પાદરમા મોડી રાતે 3 સિંહો આવી ચડ્યા હતા. સિંહોએ 2 પશુઓનો શિકાર કર્યો હતો. જોકે, અન્ય પશુના ટોળા સિંહોની ડણક સાંભળી નાસી છૂટ્યા હતા. કેટલાક ગામ લોકોને આ ઘટનાની જાણ થતા તેઓએ સિંહોને દુર ખસેડવા રાડો પાડી હતી, જેથી સિંહો આ શિકાર મૂકી ફરી રેવન્યુ વાડી વિસ્તાર તરફ રવાના થયા હતા. જોકે, અહીં અવાર-નવાર સિંહોના આંટાફેરા જોવા મળે છે.

ગામડામાં આવી સિંહો પશુઓના શિકાર કરી રહ્યા છેજિલ્લામાં સાવરકુંડલા, ખાંભા, ધારી, રાજુલા, જાફરાબાદ આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામડાની શેરી બજારમા આવી સિંહો પશુના શિકાર કરે છે. ખેડૂતો પોતાના પશુ હવે ખુલ્લામાં રાખતા નથી. જેથી સિંહો રેઢિયાર પશુના વધુ શિકાર કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...