બાબરા તાલુકામાં સિંહના આંટાફેરા:ખંભાળા નજીક ત્રણ સિંહ પહોંચ્યા, મારણ કરી મિજબાની માણતા વીડિયો વાઈરલ

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરા વિસ્તારમાં સિંહનો વસવાટ નથી, સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયો

અમરેલી જિલ્લામાં આવેલ મોટાભાગના વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. પરંતુ જિલ્લાની બોર્ડર કહેવાય છે તે બાબરા વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ છે નહીં. અગાઉ આ વિસ્તાર સુધી લીલીયા વિસ્તારના સિંહો આવી ચડ્યા હતા. જોકે ત્યારબાદ એ સિંહો ચોટીલા, રાજકોટ, જસદણ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ઘણા લાંબા દિવસો બાદ ફરી 3 જેટલા સિંહો બાબરા વિસ્તારમાં આવેલ ખંભાળા નજીક વિડી વિસ્તારમાં આગમન થયું છે. સ્થાનિક લોકોને જાણ થતા રાત્રિના સમયે સિંહ જોવા માટે પહોંચ્યા હતા અને સિંહની ગતિવિધિ કેમેરામાં કેદ કરી હતી. આ વિસ્તારમાં સિંહનો વસવાટ ના હોવાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયો છે.

સિંહો સતત હરતા ફરતા રહે છે આ વિસ્તારમાં સિંહોનું ફરી આગમન થયું છે વનવિભાગ દ્વારા સતત લોકેશન અને નજર નહિ રખાય તો ગમે ત્યારે ફરી દોડધામ મચી જશે. જ્યારે અહીં આસપાસના જિલ્લા અને તાલુકામાં જ્યાં સિંહો જ નથી તેવા વિસ્તારમાં પણ સિંહો પહોંચી રહ્યા છે. ત્યારે આવતા દિવસોમાં સરકાર અને વનવિભાગ દ્વારા કોઈ ખાસ વ્યવસ્થાઓનહી કરે તો ફરી એશિયાટિક સિંહો ઉપર ખતરો આવી શકે છે.

સિંહના વીડિયો વાઈરલ થયાસોશયલ મીડિયા પર સિંહના વીડિયો વાઈરલ થતા બાબરાના ખાંભાળા ગામ નજીકના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. જોકે હજુ વનવિભાગે તો સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

અન્ય સમાચારો પણ છે...