તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અમરેલીમાં પરિણીતાના ઘરમાં ઘુસી કુટુંબીઓએ જ ત્રણ લાખ લૂંટી લીધા

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આઠ શખ્સ સામે સીટી પોલીસમાં પરિણીતાની રાવ, વાળ પકડી માર માર્યો

અમરેલીમાં મોટા કસ્બાવાડમાં રહેતી એક પરિણીતાના પતિએ દવા પીધી હોય તે હોસ્પિટલેથી પતિની ખબર કાઢી પરત આવી હતી ત્યારે તેના જ કુટુંબના આઠ શખ્સોએ ઘરમાં ઘૂસી માર મારી રૂપિયા 3 લાખની રકમની મત્તાની લૂંટ ચલાવતા તેણે આઠેય સામે આ બારામાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પરિણીતા પર કુટુંબના જ શખ્સોનો હુમલો અને લૂંટની આ ઘટના ગઇકાલે રાત્રે 9:30 વાગ્યાના સુમારે અમરેલીના મોટા કસ્બામાં જુમ્મા મસ્જિદ પાસે બની હતી.

અહીં રહેતી સલમાબેન ઈમરાનભાઈ પરમાર નામની 35 વર્ષિય પરિણીતાએ આ જ બારમા તેના કુટુંબી ઈલિયાસ વલીભાઈ પરમાર, સલીમ વલીભાઈ પરમાર, રહીમ પરમાર, સમીર વલીભાઈ, સોહીલ નજીરભાઈ પરમાર, પરવેશ નનકાભાઈ પરમાર, ઈસ્માઈલ નુરાભાઈ પરમાર સહિત આઠ સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તેના પતિએ કોઈ કારણોસર દવા પીધી હોય અમરેલી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જેની ખબર પૂછીને તે પોતાના ઘરે પરત પહોંચી ત્યારે આ આઠેય શખ્સોએ લૂંટના ઇરાદે તેના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. અને માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. રહીમ પરમારે તેની મહિલા તરીકેની ગરિમાનો ભંગ થાય તે રીતે વાળ પકડી ઘરમાં ઢસડી જઈ માર માર્યો હતો. અને કબાટમાં રાખેલી રૂપિયા દોઢ લાખની રોકડ રકમ તથા દોઢ લાખની કિંમતના દાગીના મળી કુલ રૂ. 3 લાખની લૂંટ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો