તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:સૌરાષ્ટ્રમાં બે દિવસમાં દીપડા અને સિંહના હુમલાની ત્રણ ઘટના, એક બાળકીનું મોત, ત્રણ ઘાયલ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ

સૌરાષ્ટ્રમાં દીપડાના આતંકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમેરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું છે તો ત્રણ લોકો ઘાયલ થયા છે.

તારીખ 10-07 ના દિવસે અમરેલી જિલ્લામા આવેલ ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલી નજીક રાત્રીના (1) સંગીતાબેન રવીનભાઈ ઠાકર ઉંમર 30,(2) નયનાબેન રાકેશભાઈ માલ ઉંમર 35 આ બંને મહિલાઓ રાત્રીના સમયે તેમના ખેતરની જમીનના શેડની બહાર સુતા હતા. તે દરમ્યાન દીપડો આવી જતા આ બંને ઉપર હુમલો કરી ઇજા ઓ કરી હતી. બંને મહિલાઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા ત્યારબાદ વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પોહચી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી. બીજી ઘટના 11 તારીખે સવારે ભાવનગર જિલ્લાના પાલીતાણા રેન્જ ભંડારીયા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. અહીંથી દીપડો એક બાળકીને ઉઠાવી ગયો હતો અને ફાડી ખાધી હતી.

તો ત્રીજી ઘટના અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમા સેમરડી નજીક રાત્રીના સમયે અહીં રહેતા કાનાભાઈ સાદુલભાઈ વાઘેલા ઉંમર 50 વર્ષ તેમની પાસે ઘેટા બકરા ઢોર મોટા પ્રમાણમા છે જેથી સિંહ તેમનો શિકાર કરવા માટે આવ્યો હતો. પરંતુ એ ઉઠી જતા તેના ઉપર હુમલો કરતા માથાના ભાગે અને પાછળના ભાગે ઇજા થતા તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...