તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:રાજુલામાં માત્ર અઢી કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા પંથકમાં બે ઇંચ વરસાદથી પાક ઢળી પડ્યો - Divya Bhaskar
ખાંભા પંથકમાં બે ઇંચ વરસાદથી પાક ઢળી પડ્યો
  • ખાંભાના ગીરકાંઠાના ગામોમાં બે ઇંચથી નદીમાં પુર

અમરેલી પંથકમા ઓણસાલ ચોમાસુ જરા જુદા જ મુડમા છે. દર વર્ષે સામાન્ય રીતે જેટલો વરસાદ વરસે છે તેના કરતા આ વર્ષે બમણો વરસાદ પડી જાય તો ના નહી. ઓણસાલ ચોમાસાની ગતિ કંઇક આવી જ છે.

આજે રાજુલા પંથકમા બપોરે અચાનક ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા. અને અહી જોતજોતામા માત્ર અઢી કલાકના ગાળામા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. અહી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકયો હતો. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે સાંજના છ વાગ્યા સુધીમા અહી 74મીમી વરસાદ પડયો હતો. ભારે વરસાદને પગલે રાજુલામા શ્રીજીનગર, ભેરાઇ રોડ, શિક્ષક સોસાયટી, ધારનાથ, બાયપાસ, મામલતદાર ઓફિસ રોડ, ગોકુળનગર, મેઇન બજાર વિગેરે વિસ્તારમા પાણી ભરાયા હતા. હવેલી ચોકનો વિસ્તાર પાણીથી લથબથ થયો હતો.

બીજી તરફ ખાંભા તાલુકાના ગીરકાંઠાના ગામોમા પણ અનરાધાર વરસાદ તુટી પડયો હતો. નેસડી-2 ગામમા જોતજોતામા બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે સ્થાનિક નદીમા ભારે પુર આવ્યું હતુ. તલ, મગફળી, ડુંગળી અને કપાસમા મોટી નુકશાની થઇ હોય સરપંચ વિલાસબેને સરકાર પાસે ખેડૂતોને સહાયની માંગ ઉઠાવી હતી. આજે ખાંભામા ઝાપટા સ્વરૂપે 6મીમી વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલામા પણ હળવુ ઝાપટુ પડતા 3મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...