અમરેલીના બહારપરામાં સામુદ્રી માતા ચોકમાં ગતરાત્રીના સમયે એક ફરજામાં આગ લાગી હતી. એક કલાકની જહેમત બાદ બે ફાયર ફાયટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં ત્રણ ગાયોના મોત નિપજ્યા હતા. સાથે સાથે ફરજામાં રહેલ ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. જો કે ફાયર ફાયટરની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘંટના ટળી હતી.
અમરેલી જિલ્લા ફાયરમેન અશોકભાઈ પરમાર ઉર્ફે કામલીએ જણાવ્યું હતું કે ગતરાત્રીના 3 વાગ્યાના અરસામાં અમરેલીના બહારપરા સામુદ્રી માતા ચોકમાં કાંતીભાઈ ગાંડાભાઈ મકવાણાના ફરજામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી. ફરજામાં રહેલી ત્રણ ગાયના મોત નિપજ્યા હતા. અને ફરજામાં રહેલ ઘાસચારો સળગી ગયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ અમરેલી ફાયરની ટીમને થતા તાત્કાલીક બે ફાયર ફાયટરની મદદથી એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અહી કાળુભાઈ અને સુરેશભાઈ શીંગાળાએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્રીત થઈ ગયા હતા. જાણવા મળ્યું હતું કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો આજુ બાજુના ઘરને પણ ઝપેટમાં લે તેવા દ્રશ્યો થયા હતા. અમરેલીના બહારપરામાં આગની ઘટનામાં ત્રણ ગાયના મોત થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.