અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં વર્ષ 2017ના ચકચારી ગેંગરેપ વીથ મર્ડરની ઘટનામાં રાજુલા કોર્ટે ત્રણ આરોપીઓે આજીવન કેદની સજા ફટકારી છે. સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા નિપજાવવામા આવી હતી અને ત્યારબાદ લાશને કૂવામાં નાખી દેવામા આવી હતી.
જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં વર્ષ 2017માં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મ ગુજારી હત્યાનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ પિતા દ્વારા પોલીસમાં આઇપીસી 302,376 પોકસો સહિત વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ રાજુલા કોર્ટમાં ચાલી જતા રાજુલા એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સ્પેશ્યલ (પોકસો) કોર્ટે આજે લખમણ હમીરભાઈ વાઘેલા,નાનજીભાઈ કાળાભાઈ વાઘેલા અને હમીરભાઈ અરજણભાઈ વાઘેલા નામના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
કોર્ટે દરેક આરોપીને એક એક લાખ નો દંડ ફટકાર્યા ઉપરાંત ભોગ બનનાર માતા પિતા ને વળતર માટે દસ દસ લાખ નું વળતર આપવા માટે નો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.