કાર્યવાહી:મતદારયાદી સુધારણા કાર્યક્રમમા ગેરહાજર રહેનાર ત્રણ બીએલઓને અમરેલી ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ અપાઈ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટી તંત્ર દરેક તાલુકા મથક કચેરી પર તમામ હીલચાલ પર નજર રાખી રહ્યું છે

અમરેલ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ દિવસે ચૂંટણી તંત્રના અધિકારીઓએ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ત્રણ બીએલઓ ગેરહાજર રહેતા તંત્રના અધિકારીઓએ પંચરોજકામ કરી મતદાર યાદીની અગત્યની કામગીરીમાં ફરજ પર ગેરહાજર રહેવા બાબતનો ખુલાસો રજૂ કરવા નોટિસ આપી હતી.

સમગ્ર અમરેલી જિલ્લામાં ગત રવિવારે 5 વર્ગ-1 ના અધિકારીઓ ઈઆરઓ તરીકે, 12 વર્ગ-2ના અધિકારીઓ એઈઆરઓ તરીકે અને 18 ખાસ ચૂંટણી ફરજ પરના વર્ગ-2ના એડિશનલ એઈઆરઓ તરીકે એમ કુલ 35 જેટલા વર્ગ 1 અને 1ના અધિકારીઓ ફરજ પર હાજર રહ્યા હતા.

જિલ્લાના 11 તાલુકાઓના કુલ 862 સ્થળોએ ઉભા કરવામાં આવેલા 1411 બુથ ઉપર 1400થી વધુ બીએલઓ અને 131 સુપરવાઈઝરો મતદાર નોંધણીની પ્રક્રિયામાં સહભાગી થયા હતા. જ્યારે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારી ખુલાસો પૂછતા જિલ્લાની તાલુકા મથકની મામલતદાર કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...