તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષમાં હલચલ:આપના જિલ્લા પૂર્વ પ્રમુખ નાથાલાલ સહિત 3 કાર્યકરાે પક્ષમાંથી દુર કરાયા

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તકવાદી ગાેપાલ ઇટાલિયા દાનત ખાેટા નેતાઓને પક્ષમાં પ્રવેશ કરાવે છે: સુખડિયા

અાપના પ્રદેશ મહામંત્રી જયદીપ પંડયાઅે નાથાલાલ સુખડીયા ઉપરાંત અાપના અન્ય બે કાર્યકર પારસ સાેજીત્રા અને ભરત પટાેળીયાને પાર્ટીના પ્રાથમિક પદેથી બરખાસ્ત કરવાનાે નિર્ણય કર્યાે હતાે. સમગ્ર રાજયમા અાવા 16 કાર્યકરાેને દુર કરાયા છે. હાલમા અમરેલી જિલ્લામા ભાજપ કાેંગ્રેસના નારાજ નેતાઅાેને અાપમા ભેળવવા કવાયત ચાલી રહી છે. અને જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ શરદ લાખાણીને પક્ષમા પ્રવેશ અપાયા બાદ અાજે અા નિર્ણય અાવતા હલચલ વધી હતી.

સામાપક્ષે નાથાલાલ સુખડીયાઅે જણાવ્યું હતુ કે પ્રદેશ પ્રમુખ ગાેપાલ ઇટાલીયા અને મંત્રી મનાેજ સાેરઠીયાના મનઘડત નિર્ણયાેના કારણે જ મે પક્ષ પ્રમુખ તરીકે રાજીનામુ અાપ્યુ હતુ. જિલ્લામા કાર્યકરાેઅે અથાગ મહેનત કરી છે. પરંતુ અા નેતાઅાે પાર્ટીને અા કહેવાતા માેટા માથાઅાેના શરણે ધરી રહ્યાં છે. દાનત ખાેટા નેતાઅાે અને પૈસા પાત્રને ઉપરથી થયેલા સેટીંગ મુજબ ચુંટણી લડાવવા પક્ષમા પ્રવેશ અાપી ઇમાનદાર કાર્યકરાેનુ ગળુ દબાવાઇ રહ્યું છે.

લાખાણીના નિર્ણયથી કેમ નારાજ છે સુખડીયા ?
જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ શરદ લાખાણીને અાપમા સમાવવા સામે નાથાલાલ સુખડીયાનાે વિરાેધ હતાે. સુખડીયા ભુતકાળમા અામ અાદમી પાર્ટીમાથી અમરેલી સીટ પર ચુંટણી લડી ચુકયા છે. જયારે હવે શરદ લાખાણીના પ્રવેશથી તેઅાે અમરેલી સીટના મજબુત દાવેદાર બની જાય છે. તેમની નારાજગી અા મુદે પણ હાેવાનુ મનાય છે.

અન્ય સમાચારો પણ છે...