કોર્ટનો હુકમ:સગીરા પર ગેંગરેપ કરી હત્યા કરનાર 3 આરોપીને આજીવન કેદ ફટકારાઇ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાડ ગામે ચાર વર્ષ પહેલા ત્રણ શખ્સે સગીરા પર ગેંગરેપ કરી હત્યા નિપજાવી હતી
  • રાજુલાની અદાલતે સગીરાના માતા- પિતાને 10-10 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો

જાફરાબાદ તાલુકાના ભાડામા ચાર વર્ષ પહેલા ત્રણ શખ્સાેઅે સગીરા પર ગેંગરેપ કરી હત્યા નિપજાવી લાશ કુવામા નાખી દીધાની ઘટના બની હતી. અા બારામા રાજુલાની કાેર્ટમા કેસ ચાલી જતા અદાલતે ત્રણેય અારાેપીઅાેને અાજીવન કેદની સજા ફટકારી હતી.

ભાડામા 2017ની સાલમા લખમણ હમીર વાઘેલા, નાનજી કાળા વાઘેલા અને હમીર અરજણ વાઘેલા નામના શખ્સાેઅે અહી રહેતી અેક સગીરાનુ અપહરણ કરી ગેંગરેપ ગુજાર્યાે હતાે. બાદમા સગીરાની હત્યા કરી લાશ કુવામા નાખી દીધી હતી. અા બારામા સગીરાના પિતાઅે પાેલીસમા ફરિયાદ નાેંધાવી હતી.

જે અંગેનાે કેસ રાજુલાની અદાલતમા ચાલી જતા અેડીશ્નલ ડિસ્ટ્રીકટ અેન્ડ સેશન્સ અને સ્પેશ્યલ પાેકસાે કાેર્ટના જજ અેસ.પી.ભટ્ટે માૈખિક દલીલ તથા દસ્તાવેજી પુરાવા માન્ય રાખી ત્રણેય શખ્સાેને અાજીવન કેદની સજા ફટકારી હતી.

અદાલતે કલમ 302ના ગુનામા અાજીવન કેદની સજા તથા દરેક અારાેપીને અેક અેક લાખનાે દંડ, કલમ 376ના ગુનામા સાત વર્ષની સજા તથા દરેક અારાેપીને 10-10 હજારનાે દંડ તથા પાેકસાે અેકટની કલમ 8મા પાંચ વર્ષની કેદ તથા અેક અેક લાખનાે દંડ, પાેકસાે અેકટની કલમ 18મા દસ વર્ષની કેદ તથા અેક અેક લાખનાે દંડ તથા દરેક અારાેપીઅે ભાેગ બનનારના માતા પિતાને વળતર પેટે 10-10 લાખ ચુકવવા હુકમ કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...