ક્રાઇમ:મકાનના પૈસાની લેવડ-દેવડ મુદ્દે શિક્ષકને ધમકી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાઇપ સાથે ધસી આવી બાેલાચાલી કરી

સાવરકુંડલામા રહેતા એક શિક્ષકને અહી જ રહેતા એક શખ્સે મકાનના પૈસાની લેવડ દેવડ મુદે બાેલાચાલી કરી પાઇપ સાથે ધસી આવી ધમકી આપી હતી. આ બારામા તેણે સાવરકુંડલા સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા વિપુલભાઇ મનસુખભાઇ બાેરીસાગર (ઉ.વ.41) નામના શિક્ષકે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે ઘનશ્યામભાઇ જેઠાભાઇ ડાેબરીયા પાસેથી મકાન વેચાણથી લીધુ હતુ. તેના 90 હજાર આપવાના બાકી હાેય પરંતુ દિવાલ અને સજુ બાકી હાેય તે પહેલા કરાવી આપવા તેમણે કહ્યું હતુ. જેને પગલે બાેલાચાલી કરી પાઇપ સાથે ધસી આવી તેને ધમકી આપી હતી. આ ઉપરાંત અલ્પાબેન અને ધ્યાનીબેન સાથે પણ ઝપાઝપી કરી ગાળાે આપી ધમકી આપી હતી.જયારે ઘનશ્યામભાઇ જેઠાભાઇ ડાેબરીયાએ વળતી નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે વિપુલભાઇ મનસુખભાઇ બાેરીસાગરે મકાન વેચાતુ લીધુ હાેય બાકી નીકળતા 90 હજાર આપવા ન હાેય તે મુદે ઉઘરાણી કરતા તેણે પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...