તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાકી પૈસાની ઉઘરાણી કરતા વેપારીને મારી નાખવાની ધમકી

અમરેલી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • લાઠી તાલુકાના મતિરાળા ગામની ઘટના
 • લાકડી વડે મારવા દાેડી ગાળાે આપી : સામસામી ફરિયાદ

લાઠી તાલુકાના મતિરાળામા રહેતા અેક વેપારી બાકી પૈસાની ઉઘરાણી કરવા જતા અહી રહેતા અેક શખ્સે તેને લાકડી વડે મારવા દાેડી ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વેપારીને ધમકી અાપ્યાની અા ઘટના લાઠીના મતિરાળામા બની હતી.

મનુભાઇ પરશાેતમભાઇ મહેતા (ઉ.વ.59) નામના અાધેડે લાઠી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સંજયભાઇ સાનેપરાની અેગ્રાેની દુકાનમા કામ કરે છે. મતિરાળામા રહેતા ખીમજીભાઇ રામજીભાઇ લુહાર તેમની દુકાનેથી જંતુનાશક દવા લઇ ગયા હાેય અને રૂપિયા 1825 બાકી હાેય તેઅાે તેમના સેઠ સાથે ઉઘરાણી કરવા ગયા હતા. ત્યારે ખીમજીભાઇઅે લાકડી વડે મારવા દાેડી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે ખીમજીભાઇ રામજીભાઇ લુહારે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સંજયભાઇ ડુંગરભાઇ સાનેપરાઅે ઘરમા ગેરકાયદે પ્રવેશ કરી દવાના બાકી પૈસાની ઉઘરાણી કરી ગાળાે અાપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પાઇપ વડે મારમારી ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો