તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ફિડર રીપેર કરવા મુદ્દે કોન્ટ્રાકટરને બંદુક બતાવી મારી નાખવાની ધમકી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડિયા તાબાના દેવગામની ઘટના, પોલીસ ફરિયાદ
  • આઠ શખ્સે કારમાં તાેડફાેડ કરી નુકસાન પહાેંચાડ્યું

વડીયા તાબાના દેવગામમા પીજીવીસીઅેલના લેબર કાેન્ટ્રાકટરને પહેલા દેવગામ સીમતળનુ ફિડર રીપેર કરવાનુ કહી અાઠ શખ્સાેઅે બાેલાચાલી કરી બંદુક બતાવી કારમા તાેડફાેડ કરતા અા બારામા તેમણે વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.કાેન્ટ્રાકટરને બંદુક બતાવી ધમકી અાપ્યાની અા ઘટના વડીયાના દેવગામમા બની હતી. ભેંસાણમા રહેતા કાેન્ટ્રાકટર અતુલભાઇ કરશનભાઇ કાેદાળાઅે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પીજીવીસીઅેલમા લેબર કાેન્ટ્રાકટરનુ કામ કરે છે.

હાલ વાવાઝાેડાને પગલે અનેક સ્થળે વિજપાેલ ધરાશાયી થયા હાેય મજુરાે સાથે અા પાેલને ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે દેવગામમા રહેતા હિમત નાગદાનભાઇ ખાટરીયા, પ્રવિણ દેહાભાઇ ખાટરીયા તેમજ અન્ય છ શખ્સાેઅે મળીને બાેલાચાલી કરી હતી.દેવગામની સીમતળનુ રાંદલના દડવા ફીડર પહેલા રીપેરીંગ કરવાનુ કહી બાેલાચાલી કરી હતી અને બંદુક બતાવી મારી નાખવાની ધમકી અાપી હતી. અા શખ્સાેઅે તેમની કારમા તાેડફાેડ કરી નુકશાન પહાેંચાડયુ હતુ. બનાવ અંગે પીઅેસઅાઇ અે.ડી.સાંબડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...