વિવાદ:સાકરપરામાં ઢોર ચરાવવા મુદ્દે યુવકને મારી નાખવાની ધમકી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોલતીમાં લીમડો કાપવા મુદ્દે ઠપકો યુવકને માર માર્યો

સાવરકુંડલાના સાકરપરામા રહેતા અેક યુવકે ઢાેર ચરાવવા મુદે ઠપકાે અાપતા બે શખ્સાેઅે તેને ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી. જયારે દાેલતીમા વાડીના શેઢે લીમડાે કાપવા મુદે ઠપકાે અાપતા પાંચ શખ્સાેઅે યુવકને મારમારી ધમકી અાપતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતાે.

અહી રહેતા ગાૈતમભાઇ કાળુભાઇ સુદાણી (ઉ.વ.33) નામના યુવકે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કાકાઅે ફાર્મે રાખેલ વાડીના શેઢે ઢાેર કરાવવા મુદે ઠપકાે અાપતા રાજુ નાથા પડસારીયા, ગેલા ભીમા પડસારીયા નામના શખ્સાેઅે તેને ગાળાે અાપી ધમકી અાપી હતી.

બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ બી.કે.રાણા ચલાવી રહ્યાં છે.જયારે અહીના દાેલતીમા રહેતા મુકેશ માધાભાઇ વાઘમશી (ઉ.વ.31) નામના યુવકે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે વાડી ખેતીકામ કરતા હતા ત્યારે વાડીના શેઢે લીમડાના ઝાડ કાપવા મુદે ઠપકાે અાપતા ભીખુ વાઘાભાઇ, જસુ મગનભાઇ, નરશી હાદાભાઇ, મનુ મુળુભાઇ અને કાળુ કથડભાઇઅે બાેલાચાલી કરી મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...