ધમકી:વધુ નાણાંની માંગણી કરી વૃદ્ધને છેડતીના ગુનામાં ફસાવાની ધમકી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4.50 લાખ બે ટકા વ્યાજે લીધા બાદ 15 લાખ ચુકવી દીધા હતાં
  • છેડતીના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી જુના બાદલપુરના વૃદ્ધને હેરાન પરેશાન કર્યા

વડીયા તાલુકાના જુના બાદલપુરમા રહેતા એક વૃધ્ધે 4.50 લાખ બે ટકા વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત 15 લાખ ચુકવી દીધા હોવા છતા દેરડી કુંભાજીના શખ્સે વધુ નાણાની માંગણી કરી છેડતીના ગુનામા ફસાવી દેવાની ધમકી આપતા તેણે આ બારામા વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જુના બાદલપુરમા રહેતા કાંતીભાઇ ગોબરભાઇ ગજેરા (ઉ.વ.65) નામના વૃધ્ધે વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે દેરડી કુંભાજીમા રહેતા રસીક ધીરજલાલ પડીયા પાસેથી રૂપિયા 4.50 લાખ બે ટકા વ્યાજે લીધા હતા. તેના બદલામા તેણે ચાર કોરા ચેક લ લીધા હતા. અને કાંતિભાઇ પાસેથી કટકે કટકે વ્યાજ સહિત 15 લાખની રકમ વસુલ કરી હતી.

જો કે તેમ છતા આ શખ્સે રૂપિયા 21 લાખની માંગણી કરી ધાક ધમકીઓ આપી હતી. આ શખ્સે તેના પત્ની થકી કાંતિભાઇ પર છેડતીના ગુનામા સંડોવી દેવાની પણ ધમકી આપી હેરાન પરેશાન કર્યા હતા. બનાવ અંગે ઇન્ચાર્જ પીએસઆઇ પી.બી.ચાવડા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...