અમરેલી:માળીલામાં દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા યુવતીને ધમકી

માળીલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પિતાને ગાળો દઇ હડધુત કર્યા

એક યુવતીએ અગાઉ દુષ્કર્મ અંગે પોલીસ ફરિયાદ કરી હોય તેનુ મનદુખ રાખી ત્રણ શખ્સોએ તેને ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવતીને ધમકી આપ્યાની આ ઘટના અમરેલીના માળીલા ગામે બની હતી. અહી રહેતી એક યુવતીએ અગાઉ ચંદુભાઇ પ્રેમજીભાઇ સંઘાણી વિરૂધ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હોય જે પાછી ખેંચી લેવા ગઇકાલે ચંદુભાઇ તેમજ કાળુભાઇ અને વિઠ્ઠલભાઇએ ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની  ધમકી આપી હતી. આ ઉપરાંત લાકડી સાથે ધસી આવી યુવતીના પિતાને પણ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. બનાવ અંગે તેણે ત્રણેય સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ઓઝા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...