ફરિયાદ:ખુલ્લી તલવાર સાથે બજારમાં નીકળી વૃદ્ધને ધમકી આપી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધના સમાજને ગાળો આપી, ફરિયાદ

અમરેલી તાલુકાના વાંકીયામા રહેતા એક શખ્સે ખુલ્લી તલવાર સાથે બજારમા ફરી અહી રહેતા એક વૃધ્ધને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા ધીરૂભાઇ પ્રભુભાઇ જુવાદરીયા (ઉ.વ.60) નામના વૃધ્ધે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગતરાત્રીના અગિયારેક વાગ્યે અહી રહેતો શકિત મંગળુ વાળા નામનો શખ્સ રોફ જમાવવા અને ભય ફેલાવવા ખુલ્લેઆમ તલવાર લઇ શેરીઓમા નીકળ્યો હતો.

આ શખ્સે વૃધ્ધને ગાળો આપી તેમજ તેના સમાજને પણ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફટાકડા ફોડી ભય ફેલાવ્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.જી.મોરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...