અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે આવેલ પેટ્રોલપંપના મેનેજરને બે શખ્સોએ પેટ્રોલપંપ ચલાવવા એક લાખની માંગણી કરી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.પેટ્રોલપંપના મેનેજરને મારમાર્યાની આ ઘટના દેવરાજીયા ગામે બની હતી.
પ્રાપ્ત વિગ્ત મુજબ, અહી આવેલ શ્રીજી પેટ્રોલપંપમા મેનેજર તરીકે નોકરી કરતા દિનેશભાઇ મનસુખભાઇ વ્યાસ (ઉ.વ.42) નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તારીખ 31/7ના રોજ મહાવીર દિલુ વાળા અને દિલીપ પરમાર નામના બે શખ્સો બુલેટ નંબર જીજે 14 એએસ 0800 લઇને આવ્યા હતા અને રૂપિયા 500નુ પેટ્રોલ પુરાવી પૈસા આપવાની ના પાડી ગાળો આપી બોલાચાલી કરી જતા રહ્યાં હતા.
બાદમા ફરી આ બંને શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને પેટ્રોલપંપ ચલાવવા એક લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત દિનેશભાઇ અને અશ્વિનભાઇ ડાભી સાથે મારામારી કરી હતી. બનાવ અંગે પીઆઇ જે.એમ.કૈલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.