પાણીના ફુવારા ઉડ્યા:વડીયાથી અમરેલી જવાના માર્ગ પર નર્મદા કેનાલની પાઇપ લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ

અમરેલીએક મહિનો પહેલા
  • પાઈપ લાઈનનો વાલ લીકેજ થતા હજારો લીટર પાણી વહી ગયું હતું

વડીયાના અમરેલી માર્ગ પર નર્મદા કેનાલની પાઈપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઈપ લાઈનનો વાલ લીકેજ થતા હજારો લીટર પાણી વહી ગયું હતું. તંત્રની બેદરકારીના કારણે વાંરવાર પાણીનો બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે છેવાડાના વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં સતત પાણીનો બગાડ થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. જિલ્લામાં વડીયાથી અમરેલી જવાના માર્ગ પર ખેડૂતની વાડી વિસ્તારમાં નર્મદા લાઈન પસાર થાય છે. જેમાં પાઇપ લાઈનનો વાલ લીકેજ થતા હજારો લીટર પાણી વહી ગયું હતું. જેથી વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થયો હતો. જેના ઉંચા ઉંચા પાણીના ફુવારા ઉડી રહ્યા હતા. આ દ્રશ્યોને સ્થાનિક વાહન ચાલકો દ્વારા મોબાઈલમાં કેદ કર્યા હતા. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.

રાજુલાના પંથકમાં અગાવ આ પ્રકારના દ્રશ્યો 3 વખત સામે આવ્યા હતા. હિંડોરણા પુલ નીચે 2 વખત પાઇપ લાઈનમાં ભંગાણ થવાના કારણે પાણીનો બગાડ થયો હતો. ત્યારબાદ આજે ફરી વડીયા વિસ્તારમાં નર્મદાની પાઈપ લાઈનમાં ભંગાણના દ્રશ્યો સામે આવ્યા છે. જેથી પાણીનો વેડફાટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...