તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યાં જેલર હતા, ત્યાં પોતે જ કેદી બન્યાં!:અમરેલી જેલમાં PCO ચલાવવા મામલે પૂર્વ જેલ અધિક્ષકની ધરપકડ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગેરરીતિનુ ઘર બનેલી અમરેલી જિલ્લા જેલમા ગત વર્ષે કેદીઓ સાથે સાંઠગાંઠ કરી પીસીઓ ચલાવવાના પ્રકરણમા ગુનાે નાેંધાયા પછી બે સિપાઇએ જેલરના કહેવાથી આ કામ થતુ હાેવાની કબુલાત આપતા તેમની ધરપકડ કરી જે જેલમા તેઓ જેલર હતા ત્યાં જ કેદી તરીકે ધકેલી દેવાયા છે.અમરેલી એલસીબી દ્વારા અમરેલી જિલ્લા જેલના તત્કાલિન અધિક્ષક હરેશ એ. બાબરીયાની ધરપકડ કરવામા આવી છે. તેમના કાર્યકાળ દરમિયાન જેલમા અનેક ગેરરીતિ ચાલતી હાેવાની ફરિયાદ ઉઠી હતી.

કુખ્યાત અને હત્યા કેસના આરાેપીઓ જેલમા જ ગેરકાયદે પીસીઓ ચલાવતા હતા અને કેદીઓને બહાર વાત કરાવવાનાે તગડાે ચાર્જ વસુલ કરતા હતા. દરમિયાન આ જેલમાથી સુરતની જેલમા પણ માેબાઇલ કાેલ કરવામા આવ્યા હતા. જેના આધારે તપાસનુ પગેરૂ અમરેલી જેલમા પહાેંચ્યુ હતુ. અને જે તે વખતે જેલમાથી માેબાઇલ પકડાતા ગુનાે નાેંધાયાે હતાે.આ પ્રકરણમા ત્રણ કેદીની અગાઉ ધરપકડ કરાઇ હતી અને બાદમા જેલના બે સિપાઇની પણ ધરપકડ કરાઇ હતી.

આગાેતરા જામીન નામંજુર થયા હતા
જેલર હરેશ બાબરીયાએ ધરપકડથી બચવા હાઇકાેર્ટમા અાગાેતરા જામીન માંગ્યા હતા. જાે કે કાેર્ટે આગાેતરા નામંજુર કર્યા હતા. આ પ્રકરણમા અગાઉ જ તેમની જામનગર બદલી કરાઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...