વિવાદ:આ પ્લોટ તારો નથી અહીં શું કામ રહે છે ? કહી યુવકને ચાકુ માર્યુ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી

ધારી તાલુકાના માેણવેલમા રહેતા અેક યુવકને અહી જ રહેતા અેક શખ્સે અા પ્લાેટ તારાે નથી અહી શું કામ રહે છે કહી બેાલાચાલી કરી ચાકુ વડે માથામા ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવક પર ચાકુ વડે હુમલાની અા ઘટના ધારીના માેણવેલમા બની હતી. અહી રહેતા મહેશભાઇ બાવકુભાઇ સાેંદરવાએ ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે સવારના સાડા સાતેક વાગ્યે તેના બહેન સાેનલબેન સાસરે જતા હતા ત્યારે તેને મુકવા માટે ઘરની બહાર ઉભા હતા.

તે વખતે સાેનલબેન, માતા હંસાબેન, પત્ની દક્ષાબેન અેક ઘરના સભ્યાે મારા પિતાને ગઇકાલે ઘરમા જે મનદુખ થયુ હતુ તે બાબતે સમજાવતા હતા. અા દરમિયાન ચતુર બાબુભાઇ સાેંદરવાઅે ત્યાં ધસી અાવી કહેલ કે અા પ્લાેટ તારાે નથી તુ અહી શું કામ રહે છે તેમ કહી બાેલાચાલી કરી ચાકુ વડે માથામા ઇજા પહાેંચાડી હતી. જાે કે ઘરના સભ્યાે તેને વધુ મારમાથી બચાવ્યાે હતાે. અા શખ્સે તેને મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...