તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જિલ્લાની 22 પ્રાથમિક શાળામાં અદ્યતન સ્માર્ટ ક્લાસ બનશે

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કુલ્સ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ હેઠળ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે : દરેક તાલુકામાં બે ગામની શાળા પસંદગી પામી

અમરેલી જિલ્લામાં 22 પ્રાથમિક શાળાઓ અદ્યતન બનાવવામાં આવશે. સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ હેઠળ 100 દિવસના પ્રથમ તબક્કામાં સ્માર્ટ ક્લાર્સ, સ્પોર્ટસ ઇક્વિપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે ઓલ રાઉન્ડર બનાવવામાં આવશે. દરેક તાલુકામાં આ પ્રોજેકટ હેઠળ બે ગામની પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર શિક્ષણક્ષેત્રે મોટા ઉલટફેર કરવા જઈ રહી છે. પ્રાથમિક શાળામાં શિક્ષણમાં ગ્રીન ફોર રેટીંગ માટે સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં અમરેલી જિલ્લાની 22 પ્રાથમિક શાળા પસંદગી પામી છે. પ્રોજેકટ સફળ થશે. તો ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણક્ષેત્રનું ચિત્ર પલટાઇ જશે. પરંતુ જે શાળા આ પ્રોજેકટ હેઠળ પસંગી પામી છે. તે શાળાને 100 દિવસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં શાળાએ બાળકને વર્તમાન વિશ્વ સાથે ઉભું રહી શકે તેવું શિક્ષણ અપાશે.

જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ હેઠળ ધોરણ 3ના છાત્રોને વાંચન, ગણન અને લેખન અંગે પૂરતું ધ્યાન આપવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રોજેકટમાં સરકારી માધ્યમિક શાળા અને વધુ પ્રાથમિક શાળા જોડાશે. પણ પ્રથમ તબક્કામાં અમરેલી શિક્ષણ વિભાગે તમામ તાલુકામાં બે ગામની પ્રાથમિક શાળાનો સમાવેશ કર્યો છે. જિલ્લામાં આ પ્રોજેકટ હેઠળ શિક્ષણ વિભાગે તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પ્રોજેકટ હેઠળ આવતી શાળામાં સ્માર્ટ કલાસ ઉભા કરવામાં આવશે. જેના થકી બાળકોને શિક્ષણ આપવામાં આવશે. જે સ્કૂલમાં આ પ્રોજેકટ ચાલતો હશે તેમાં આસપાસની સ્કૂલના બાળકો પણ અભ્યાસ માટે આવી શકશે. હાલમાં ક્યાં તાલુકામાં કઈ કઈ શાળાને આ પ્રોજેકટમાં સમાવવી ? તે નક્કી કરવા મિટિંગનો દોર ચાલી રહ્યો છે.

તાલુકા કક્ષાએ છાત્રો માટે હોસ્ટેલની સુવિધા ઉભી થશે મેરીટ આધારે પ્રવેશ
અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં સ્કૂલ ઓફ એકસીલન્સ હેઠળ તાલુકા કક્ષાએ ધોરણ 6 થી 12ના બાળકો રહી શકે અને ભણી શકે તેવા હેતુથી ગર્લ્સ અને બોય હોસ્ટેલ બનાવવામાં આવશે. જેમાં મેરીટ આધારે બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

ગુણવત્તા સુધરતા શિક્ષણક્ષેત્રે ઘણો ફેરફાર થશે : શિક્ષણઅધિકારી
અમરેલી જિલ્લા શિક્ષણઅધિકારી એમ.જી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ હેઠળ શિક્ષણક્ષેત્રે ઘણો ફેરફાર થશે. બાળકોને ભૌતિક સુવિધાની સાથે શિક્ષણની ગુણવત્તા સુધારાશે. રાજ્યમાં 522 શાળા પસંદગી પામી છે. જેમાં અમરેલી જિલ્લાની 22 પ્રાથમિક શાળાનો સમાવેશ થશે.

પ્રોજેકટના પ્રથમ રાઉન્ડમાં 22 શાળાના 6600 બાળકોને ફાયદો થશે
અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોજેકટના 100 દિવસના પ્રથમ રાઉન્ડમાં 22 પ્રાથમિક શાળાના અંદાજીત 6600 બાળકોને ફાયદો થશે. અને આગામી દિવસોમાં જિલ્લામાં 1 લાખ છાત્રો શિક્ષણ જગતમાં પોતાનો ડંકો વગાડશે.

અન્ય સમાચારો પણ છે...