તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:અમરેલીના લીલીયામાં કોરોનાના કારણે કોઇ પાણી આપતું ન હતું, સેવાભાવીએ પાણીનું પરબ શરૂ કરી દીધું

અમરેલી5 દિવસ પહેલા
 • કાળઝાળ ગરમીના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે ખાસ પાણીની વ્યવસ્થા કરી

કોરોના સંક્રમણ વધતા અમરેલી જિલ્લામાં લીલીયા શહેર તંત્ર દ્વારા કન્ટેઈમેઈન જોન જાહેર કર્યું છે. જેના કારણે લીલીયા શહેર સજ્જડ બંધ છે. અને બીજી તરફ ઉનાળાની ૠતુ હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો આવતા હોવાને કારણે પીવાનું પાણી નહીં મળતા લોકો ભારે પરેશાન થતા હતા. આ કપરા સમયે માનવતા દાખવી લીલીયાના સેવાભાવી કાર્યકર ઘનશ્યામભાઈ બારૈયા દ્વારા પાણીનું પરબ ઉભુ કરાયું છે.

પાણીની પરબ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
પાણીના પરબમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે પાઇપ લાઈનમાં અલગ અલગ નળ ગોઠવી દીધા છે. જેથી ભીડ ન થાય અને પ્લાસ્ટિકના ગ્લાસ રખાય છે. જેથી એક વખત પાણી પી ગ્લાસ ફેંકી દેવાય જેના કારણે સંક્રમણ ફેલાતું અટકે છે. બીજી તરફ લોકો દૂર દૂરથી આવતા ખેડૂતો ગ્રામીણ વિસ્તારના લોકો જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુની ખરીદી કરવા આવતા હોય છે. તે ખુબ પરેશાન થતા હતા તેને લઇને આ પાણીનું પરબ શરૂ થતા લોકોએ ઉનાળા ની ઋતુમાં ઘણા અંશે રાહતનો શ્વાસ લીધો છે

કોરોનાના કારણે ગામડાના લોકોને કોઈ પાણી નથી આપતું : સેવાભાવી
સેવાભાવી ઘનશ્યામભાઈ બારૈયાનો દિવ્યભાસ્કર દ્વારા સંપર્ક કરતા કહ્યું હતુ કે લીલીયા બંધ હોય દુકાનો બંધ રહે છે. લોકો પીવાના પાણી માટે વલખા મારતા હતા. ખાસ કરી ગામડાના લોકોને વધુ તકલીફ પડતી હતી. તેના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે નવો જ ગ્લાસ લઇ પાણી પી શકે, કોઈ સંક્રમણ ન ફેલાય તે માટેનું આયોજન કરાયુ છે. ગામડાના લોકોને કોરોનાના કારણે પાણી કોઈ આપતું ન હતું એટલે પરબ ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો