રજુઆત:રાસાયણીક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માંગ ઉઠી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી તાલુકા કેાંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

અમરેલી તાલુકામા ખેડૂતાેને હજુ વાવાઝાેડાની કળ વળી નથી ત્યાં અતિવૃષ્ટિથી ખેડૂતાેનાે માેટાભાગનાે પાક બળી ગયાે છે. તેની વચ્ચે રાસાયણિક ખાતરના ભાવમા વધારાથી ખેડૂતાેને પડયા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે ખાતરનાે ભાવ વધારાે પરત કરવા અમરેલી તાલુકા કાેંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઅાત કરવામા અાવી છે. અમરેલી તાલુકા કાેંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે અમરેલી તાલુકામા અતિવૃષ્ટિના કારણે ખેડૂતાેનાે માેટાભાગનાે પાક બળી ગયાે છે. જેના કારણે ખેડૂતાેને નુકશાની વેઠવાનાે વારાે અાવ્યાે છે. ચાેમાસુ સિઝન ખેડૂતાે લઇ શકયા નથી.

ખેડૂતાેને શિયાળુ સિઝન લેવા માટે રાસાયણિક ખાતરની અાવશ્યકતા ઉભી થાય છે.ત્યારે રાસાયણિક ખાતરના ભાવમા અસહ્ય ભાવ વધારાથી ખેડૂતની કમર તુટી ગઇ છે. જાે રાજય સરકાર રાસાયણિક ખાતર ખાતર ઉત્પાદન કરતી કંપનીને ભાવ વધારાે પરત ખેંચવા માટે મજબુર નહી કરે તાે ખેડૂતાેને પાેતાના ઘરનુ ગુજરાન ચલાવવુ ખુબ મુશ્કેલ બની જશે. ત્યારે ખેડૂતાેને કુદરતી નુકશાનમાથી ઉભા કરવા હાેય તાે રાસાયણિક ખાતરનાે ભાવ વધારાે તાત્કાલિક પરત ખેંચવા માંગ કરવામા અાવી છે.

અન્ય સમાચારો પણ છે...