માંગ:રાજુલામાં હિંડોરણા રોડ પર સર્કલ બનાવવા માંગ ઉઠી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર અકસ્માતની બનતી ઘટના અટકાવવા સર્કલ બનાવવું જરૂરી

રાજુલામાં હિડોરણા રોડ પર ચાર રસ્તા મળી રહ્યા છે. અહી સર્કલના અભાવે અકસ્માતના બનાવો થઈ રહ્યા છે. અકસ્માતને અટકાવવા માટે અહી સર્કલ બનાવવામાં આવે તેવી પાલિકા પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષીએ જણાવ્યું હતું કે શહેરની બહાર નીકળો એટલે હિડોરણા રોડ આવે છે.

અહી થઈ રાજુલા, હિંડોરણા અને સાવરકુંડલા બાયપાસ રોડ મળી રહ્યા છે. જે સ્ટેટ વિભાગ હસ્તકના છે. આ રોડ પરથી દિવસમાં અનેક નાના - મોટા વાહનો પસાર થાય છે. પણ સ્ટેટ વિભાગે હજુ સુધી અહી સર્કલ બનાવ્યું નથી. તેમજ નજીકમાં જ સરકારી કચેરીઓ આવેલી છે. જેના કારણે અરજદારોની અવર- જવર પણ રહે છે.જેના કારણે હિડોરણા રોડ પર સતત ટ્રાફિક જોવા મળે છે.

સર્કલના અભાવે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પણ સ્ટેટ વિભાગ અહી સર્કલ બનાવી રહ્યું નથી. ત્યારે તાત્કાલીક હિડોરણા ચોકડી પાસે સર્કલ બનાવવા માટે પાલિકા પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...