રજૂઆત:આવશ્યક ચીજવસ્તુ ભરેલા ભારે વાહનાેને પ્રવેશવા દેવા માંગ ઉઠી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર અાેફ કાેમર્સ દ્વારા જિલ્લા કલેકટરને રજુઅાત કરાઇ

રાજુલામા દિપાવલીના તહેવારમા ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને કાયદાે વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી શહેરમા ભારે વાહનાેને પ્રવેશવા પર જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવાયાે છે. ત્યારે ચેમ્બર અાેફ કાેમર્સ દ્વારા કલેકટરને રજુઅાત કરી અાવશ્યક ચિજવસ્તુ ભરેલા વાહનાેને અા જાહેરનામામા મુકિત અાપવામા અાવે તેવી માંગ કરાઇ છે.ચેમ્બર અાેફ કાેમર્સ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા જળવાઇ રહે તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે તે યાેગ્ય છે.

પરંતુ શહેરમા જે વાહનાેના માલ સામાન રાજુલા શહેરના નથી તે બાયપાસ ચાલવાને બદલે શહેરમાથી પસાર થાય છે તે વાહનાે માટે જાેગવાઇ બરાબર છે. પરંતુ જે વાહનાે દ્વારા શહેરમા જીવન જરૂરી ચિજવસ્તુઅાે ટ્રક દ્વારા અાવતી હાેય તે વાહનાેને શહેરમા પ્રવેશ અાપવાે જાેઇઅે.રજુઅાતમા અેમપણ જણાવાયું હતુ કે શહેરના દરેક ધંધાર્થીઅાેની માંગણી છે કે જાહેરનામામા જે સમય દર્શાવાયાે છે સવારે 8 થી રાત્રીના 9 તે સમયગાળા દરમિયાન જ ચિજવસ્તુઅાેની હેરફેર થતી હાેય છે. જેમા અનાજ, કઠાેળ, ખાદ્યતેલ, તેલીબીયા, લાેખંડ, સિમેન્ટ, દવા તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને લગતા વાહનાેને માલ સામાનની અછત ન સર્જાય તે માટે અાવા વાહનાેને જાહેરનામામાથી મુકિત અાપવામા અાવે તેવી માંગ કરવામા અાવી છે.

અન્ય સમાચારો પણ છે...