કથળતું શિક્ષણ:અમરેલીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી જ નથી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિકમાં 70 અને માધ્યમિક શિક્ષણ કચેરીમાં 50 ટકા કર્મચારીની ઘટ : શિક્ષણાધિકારી નિવૃત થતા ભાવનગરના અધિકારીને ચાર્જ

અમરેલી જિલ્લામાં શિક્ષણની જાણે માઠી દશા બેઠી હોય તેવું જોવા મળે છે. અહી પ્રાથમિક અને માધ્યમિકમાં શિક્ષણાધિકારીની જગ્યા જ ખાલી છે. જિલ્લામાં એક માત્ર શિક્ષણાધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિકનો વહિવટ સંભાળી રહ્યા હતા. પરંતુ તે નિવૃત થતા તેમનો ચાર્જ ભાવનગરના શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો છે. અત્યારે અમરેલી જિલ્લાનું શિક્ષણ રામ ભરોસે છે. શિક્ષણાધિકારીની વાત તો ઠીક છે. પણ પ્રાથમિકમાં 70 અને માધ્યમિક શિક્ષણ કચેરીમાં 50 ટકા સ્ટાફની ઘટ છે.

જિલ્લામાં અત્યારે શિક્ષણ તંત્ર ઓક્સીજન ઉપર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એમ.જી. પ્રજાપતિ જિલ્લા શિક્ષણાધિકારી 30 એપ્રીલના રોજ નિવૃત થયા હતા. જે બાદ રાજ્યના શિક્ષણ વિભાગે અહી જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ ભાવનગરના શિક્ષણાધિકારી એ.જી. વ્યાસને સોંપી દેવાયો હતો. પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ભાવનગરના પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ. વી. મીયાણીને સોંપી દેવાયો હતો. એક તો પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા તો 11 માસથી ખાલી છે. અહી નિવૃત શિક્ષણાધિકારી એમ.જી. પ્રજાપતિને અત્યાર સુધી ચાર્જ સોંપી દેવાયો હતો.

અમરેલી જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિકમાં શિક્ષણાધિકારી જ નથી. પણ નવાઈની વાત તો એ છે કે અત્યારે પ્રાથમિક શિક્ષણ કચેરી માત્ર 30 ટકા સ્ટાફ પર ચાલી રહી છે. અહી 50 કર્મચારીનું મહેકમ છે. પણ અત્યારે માત્ર 15 કર્મચારી જ ફરજ બજાવે છે. 35 કર્મચારીઓની ઘટ છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ કચેરીમાં 70 ટકા સ્ટાફની ઘટ છે.

આવી જ સ્થિતિ માધ્યમિક શિક્ષણ કચેરીમાં છે. 27 કર્મચારીના મહેકમની સામે માત્ર 14 કર્મચારીઓ જ છે. 13 કર્મચારીઓની ઘટ છે. એટલે કે માધ્યમિક શિક્ષણ કચેરીમાં પણ 50 ટકા સ્ટાફની ઘટ છે. અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને ઉંચુ લાવવા માટે અહી કાયમી ધોરણે શિક્ષણાધિકારી અને ઘટતા સ્ટાફની નિમણૂંક કરાશે કે નહી તે તો સમય જ બતાવશે.

પ્રાથમિક શિક્ષણ કચેરીમાં કેટલા સ્ટાફની ઘટ છે ?
હોદ્દોમહેકમખાલી જગ્યા
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી11
નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી21
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી114
કેળવણી નિરીક્ષક1515
સીનીયર એકાઉન્ટન્ટ વર્ગ 354
જુનીયર ક્લાર્ક વર્ગ 388
ડ્રાઈવર11
પટ્ટાવાળા42

પ્રાથમિક કચેરીમાં બે વર્ષથી શિક્ષણાધિકારી જ નથી ?

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા જાદવભાઈ 31- 5-20ના રોજ નિવૃત થયા હતા. જે બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી ધરાબેનની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તેમણે બેથી ત્રણ માસ સુધી જ અહી ફરજ બજાવી હતી. ત્યારે 5-7-21ના રોજ તેમની બોટાદ ખાતે બદલી થઈ હતી. જે બાદ પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ શિક્ષણાધિકારી એમ.જી. પ્રજાપતિને સોંપવામાં આવ્યો હતો.

જિલ્લામાં એક પણ કેળવણી નિરીક્ષક નથી
કેળવણી નિરીક્ષકને પ્રાથમિક શાળામાં બાળકોના અભ્યાસ અને શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવાની હોય છે. તેનું નિયમીત ચેકીંગ કરવાનું હોય છે. પરંતુ અમરેલી જિલ્લામાં તો એક પણ કેળવણી નિરીક્ષક જ નથી. અત્યારે એચ ટાટને કેળવણી નિરીક્ષકનો ચાર્જ સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...