મુલાકાતથી ચણભણાટ:રાજ્યના મંત્રી કાેંગી ધારાસભ્યના મહેમાન બનતા અનેક અટકળાે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબરીશ ડેરના ફાર્મ હાઉસની મુલાકાતથી ભાજપ- કાેંગ્રેસ ચણભણાટ

રાજયના મંત્રી મુકેશ પટેલ અાજે રાજુલા જાફરાબાદ વિસ્તારના કાેંગીના ધારાસભ્ય અંબરીશ ડેરના ફાર્મ હાઉસ ખાતે તેમની મુલાકાતે દાેડી જતા ભાજપ અને કાેંગ્રેસ અેમ બંને છાવણીમા ચણભણાટ શરૂ થયાે છે. ગત વિધાનસભાની ચુંટણીમા અમરેલી જિલ્લામાથી પાંચેય ધારાસભ્યાે કાેંગ્રેસના ચુંટાયા હતા. પરંતુ ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા ભુતકાળમા કાેંગ્રેસને રામ રામ કરી ભાજપમા પ્રવેશી ચુકયા છે. અાવા સંજાેગાેમા જયારે પણ ભાજપ અને કાેંગીના નેતાઅાેની અા પ્રકારની મુલાકાત થાય છે ત્યારે અનેકવિધ ચર્ચા જાગે છે.

અાજે રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ રાજુલા વિસ્તારની મુલાકાતે હતા. અને તેમણે સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેરની તેમના ફાર્મ હાઉસ ખાતે મુલાકાત લીધી હતી. અા અંગે ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યુ હતુ કે મુકેશ પટેલ મારા મિત્ર છે. અને તાઉતે વાવાઝાેડા બાદ વિજ કંપનીમા ટ્રાન્સફાેર્મરની અછતના લીધે ખેડૂતાેને તકલીફ ભાેગવવી પડે છે તે અંગે અધિકારીઅાેને સુચના અાપવા માટે તેમણે મંત્રીને રજુઅાત કરી હતી. જાે કે અા સુચક મુલાકાત અંગે સાેશ્યલ મિડીયાના પ્લેટફોર્મમા ફાેટા વાઇરલ થયા બાદ સાૈથી વધુ ચર્ચા ભાજપ છાવણીમાં જાેવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...