તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દામનગરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ

દામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાેગચાળાની વચ્ચે સફાઇ બંધ થઇ જતા લાેકાે પરેશાન

દામનગરમા પાછલા કેટલાક સમયથી પાલિકા દ્વારા સફાઇની યાેગ્ય કામગીરી કરાતી ન હાેય અહી ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયેલા નજરે પડી રહ્યાં છે. હાલ અેક તરફ કાેરાેના સહિત રાેગચાળાે વકરી રહ્યાે છે ત્યારે અહી ગંદકીના ગંજ જાેવા મળી રહ્યાં હાેય લાેકાે પણ મુશ્કેલીમા મુકાયા છે. ત્યારે તાકિદે શહેરમા સફાઇની માંગ ઉઠી છે.શહેરમા પાછલા ઘણા સમયથી મુખ્ય બજારાે તેમજ શેરી ગલીઅાેમા ગંદકીના ગંજ ખડકાયેલા જાેવા મળી રહ્યાં છે. લાેકાે દ્વારા અનેક વખત સફાઇ અંગે રજુઅાત કરાઇ હાેવા છતા પાલિકા દ્વારા કાેઇ કામગીરી કરાતી ન હાેય અા સ્થિતિ જાેવા મળી રહી છે. વર્તમાનમા અનેક ગામાેમા રાેગચાળાની સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અહી સફાઇના અભાવે ઠેરઠેર ઉકરડાઅાે નજરે પડી રહ્યાં છે.

પાલિકા દ્વારા શહેરમા સફાઇની કાેઇ કામગીરી કરાતી ન હાેય લાેકાેને રાેગચાળાે વકરવાની ભીતિ સતાવી રહી છે. બજારાે હાેય કે શેરીઅાે જયાં નજર કરાે ત્યાં ઉકરડાઅાે જ જાેવા મળી રહ્યાં છે. અનેક સ્થળે તાે ભારે દુર્ગધ ફેલાઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા અહી તાકિદે સફાઇ તેમજ દવાનાે છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામા અાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો