ચોરી:કમીગઢમાં ખોડિયાર મંદિર આશ્રમમાં 20 હજારની ચોરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરાે માતાજીની મુર્તિ પર ચડાવેલા દાગીના ઉઠાવી ગયા

અમરેલી જિલ્લામા ઘરફાેડ અને મંદિર તેમજ સીમ ચાેરીની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલી તાલુકાના કમીગઢમા અાવેલ ખાેડિયાર માતાજીના મંદિરમા પણ તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી માતાજીની મુર્તિ પર ચડાવેલા સાેનાના દાગીના કિમત રૂપિયા 20700ના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા.

મંદિરમા ચેારીની અા ઘટના અમરેલીના કમીગઢમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, મંદિરના મહંત રામદાસબાપુ ગુરૂ બાબુદાસબાપુઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગત રાત્રીના તસ્કરાે મંદિરમા ત્રાકટયા હતા. તસ્કરાે અહીથી માતાજીની મુર્તિ પર ચડાવેલ સાેનાનાે ચાંદલાે, કાનની સાેનાની બુટી, ચાંદીના છડા વિગેરે મળી કુલ રૂપિયા 20700ના મુદામાલ ઉઠાવી ગયા હતા. બનાવ અંગે પીઅેસઅાઇ જે.અેમ.દવે અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર ટાણે ઘરફાેડ, મંદિર ચાેરી અને સીમ ચાેરીની ઘટના પણ વધી રહી હાેય પાેલીસ દ્વારા રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરના છેવાડાના વિસ્તારાેમા સઘન પેટ્રાેલીંગ કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...