ચોરી:રાજુલા શહેરના રહેણાંકમાં રૂપિયા 1.93 લાખની ચોરી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાેકડ, સાેના- ચાંદીના દાગીનાની ઉઠાંતરી

રાજુલામા જાફરાબાદ રાેડ પર અેક બંધ રહેણાંકમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી રાેકડ તેમજ સાેના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.93 લાખના મુદામાલની ચાેરી કરીને લઇ જતા અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહી જાફરાબાદ રાેડ પર ઇન્દ્રપ્રસ્થ સાેસાયટીમા રહેતા વિજયભાઇ જાદવભાઇ ટાંક (ઉ.વ.40) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાના પરિવાર સાથે ઘરને તાળા મારી ભગુડા ખાતે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. અા દરમિયાન તેમના બંધ મકાનમા તસ્કરાે ત્રાટકયા હતા.

તસ્કરાેઅે મકાનના દરવાજાના તાળા તાેડી અંદર પ્રવેશી લાેખંડના ટેબલના ખાનામા રાખેલ રાેકડ રૂપિયા 1.50 લાખ તેમજ સાેનાની વીંટી અને ચાંદીની કડલી મળી કુલ રૂપિયા 1,93,500ના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા. તેઅાે પરિવાર સાથે ઘરે પરત ફર્યા ત્યારે ચાેરી થયાની જાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...