પોલીસ ફરિયાદ:બગસરામાં વાહનમાંથી રૂપિયા 1.77 લાખની ચોરી; વિડીયો પ્રોસેસર, જનરેટર, એમ્પલી - ફાયર સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બગસરામા રહેતા એક યુવકના વાહનમાથી તસ્કરો વિડીયો પ્રોસેસર, જનરેટર, એમ્પલીફાયર સહિત કુલ રૂપિયા 1.77 લાખના મુદામાલની ચોરી કરીને લઇ જતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહીના મેઘાણી આવાસમા રહેતા વિનુભાઇ દેવાભાઇ મકવાણા (ઉ.વ.40)નામના યુવાને બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે બીઝ લાઇટીંગ એન્ડ ડિસ્પ્લે દિલ્હીની કંપનીના વાહન નંબર યુપી 14 એફટી 6380મા તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરો વાહનના કેબીનનુ તાળુ તોડી એલઇડી વિડીયો પ્રોસેસર નંગ-10, જનરેટર, એમ્પલીફાયર નંગ-5, રીસીવર કાર્ડ મળી કુલ રૂપિયા 1.77 લાખના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...