તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમરેલી બસ ડેપો સામે દુકાનમાંથી 38 હજારની માલમત્તાની ચોરીકરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે ડૂપ્લીકેટ ચાવીથી શટરનું તાળું ખોલ્યું : સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયો

અમરેલીમા અેસટી ડેપાે સામે અાવેલ અેક દુકાનમા અજાણ્યા શખ્સે ડૂપ્લીકેટ ચાવીથી શટરનુ તાળુ ખાેલી અંદર પ્રવેશી રાેકડ રૂપિયા 30500 તેમજ સીસીટીવી કેમેરાનુ ડીવીઅાર મળી કુલ રૂપિયા 38500ના મુદામાલની ચાેરી કરીને લઇ જતા અા બારામા અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહીના અેસટી ડેપાે સામે અાવેલ શીતલ સ્માઇલી પાર્લર નામની દુકાનમા અજાણ્યા શખ્સે ડૂપ્લીકેટ ચાવીથી શટરનુ તાળુ ખાેલી નાખ્યુ હતુ. અને અંદર પ્રવેશી ધંધાના રાખેલ 30500 તેમજ સીસીટીવી કેમેરાનુ ડીવીઅાર અને ઇન્ટરનેટની સ્વીચાે કિમત રૂપિયા 8 હજાર મળી કુલ રૂપિયા 38500ના મુદામાલની ચાેરી કરી લઇ ગયાે હતાે.

અા બારામા દિનેશભાઇ દકુભાઇ ભુવાઅે અજાણ્યા શખ્સ સામે અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. પીઅાઇ જે.જે.ચાૈધરીની સુચનાથી કાેલેજ ચાેકી સ્ટાફના પીઅેસઅાઇ અેમ.પી.પંડયા, હેડ કાેન્સ્ટેબલ વિક્રમભાઇ, પૃથ્વીરાજસિંહ, અશાેકસિંહ, અતુલભાઇ, અારીફખા, શકિતસિંહ, નિલેશભાઇ તેમજ ધરમભાઇ સહિત ટીમે ગણતરીની કલાકાેમા યશ ઉર્ફે કાનાે વિજયભાઇ રૂડાણી નામના શખ્સને ઝડપી લઇ મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...